[Download] "મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો" by Swami Sachchidanand " Book PDF Kindle ePub Free
eBook details
- Title: મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો
- Author : Swami Sachchidanand
- Release Date : January 20, 2008
- Genre: Hinduism,Books,Religion & Spirituality,Biographies & Memoirs,
- Pages : * pages
- Size : 589 KB
Description
સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.
અમારે સંન્યાસીઓ માટે એવું વિધાન છે કે તેમણે પૂર્વાશ્રમને ભૂલી જવો. કદી યાદ ન કરવો. જેમ ઊલટી થઈ હોય અને વમનને માણસ છોડી દેતો હોય છે તેમ પૂર્વાશ્રમના સંબંધોને છોડી દેવા. પણ વાસ્તવિકતા એ છે કે મોટા ભાગના લોકો પૂર્વાશ્રમને છોડી શકતા નથી. પોતાના પરિચયમાં તે પૂર્વાશ્રમને આગળ લાવે છે. “હમ તો કલેક્ટર થે” “હમ તો D.S.P. થે” “હમારે પિતાજી જાગીરદાર થે” આવાં બણગાં ફૂંક્યે રાખતા હોય છે. લોકો પણ માની લેતા હોય છે. આ રીતે તેઓ ભૂતકાળની કાલ્પનિક ગુડવિલ ઊભી કરે છે. માત્ર આટલે જ વાત અટકતી નથી, જ્યારે બધું બરાબર જામી જાય, સારી એવી સંપત્તિ અને શિષ્યોનું મોટું ટોળું ભેગું થઈ જાય પછી પૂર્વાશ્રમનાં સગાંઓને જ કીપૉઇન્ટ પર ગોઠવી દેતા હોય છે. લગભગ બધે જ આવી સ્થિતિ જોવા મળશે. લોહીની સગાઈ પ્રબળ બની જતી હોય છે. કેટલાક ભત્રીજાઓને તો કેટલાક ભત્રીજીઓને તો કેટલાક બીજાં સગાંઓને સીધાં વારસદાર બનાવી દેતા હોય છે. મારા ઉપર ઈશ્વરની કૃપા જ સમજો કે મારા પૂર્વાશ્રમી પરિવારને કોઈ વહીવટી પદ ઉપર ગોઠવ્યો નથી. ઊલટાનું તે ફરીફરીને મારી પાસે આવે નહિ તેવો શુષ્ક વ્યવહાર તેમની સાથે રાખ્યો છે. આ દૃઢતા ઈશ્વરે જ મને આપી છે. તેમ મારા પૂર્વાશ્રમ વિશે મેં કદી બણગાં ફૂંક્યાં નથી. અઢાર વર્ષ સુધી લોકોને મારા જન્મસ્થાનની ખબર પડવા દીધી ન હતી. પછી યોગાનુયોગ ઓળખાઈ ગયો, કહો કે પકડાઈ ગયો. પણ અલિપ્ત રહ્યો.