(DOWNLOAD) "ભાગવતનું ચિંતન" by Swami Sachchidanand ~ Book PDF Kindle ePub Free
eBook details
- Title: ભાગવતનું ચિંતન
- Author : Swami Sachchidanand
- Release Date : January 01, 2011
- Genre: Hinduism,Books,Religion & Spirituality,
- Pages : * pages
- Size : 542 KB
Description
સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યશીલ રહેલા છે.
વેદોની પાંચ આંગળીઓ માનવામાં આવે છે: 1. ઉપનિષદ, 2. ગીતા, 3. રામાયણ, 4. મહાભારત અને 5. ભાગવત. વેદો સીધેસીધા લોકો સુધી પહોંચતા નથી, પણ આ પાંચ ગ્રંથો દ્વારા લોકો સુધી પહોંચે છે. ઉપનિષદો જ્ઞાનપ્રધાન છે. ગીતા સર્વસારપ્રધાન છે. રામાયણ મર્યાદાપ્રધાન છે. મહાભારત વ્યવહારપ્રધાન છે, તો ભાગવત પ્રેમપ્રધાન છે. ધર્મ જ્યારે અધ્યાત્મપ્રધાન બને ત્યારે ઉપનિષદોથી સંતોષ થાય. ઉપનિષદો, બ્રહ્મને જ્ઞાનરૂપ માને છે. જ્ઞાન બુદ્ધિપ્રધાન લોકોનો વિષય બને છે. બુદ્ધિપ્રધાન લોકો હંમેશાં અલ્પમાત્રામાં જ હોય છે. તેથી ઉપનિષદોનો પ્રભાવ બહુ નાના સીમિત વર્ગ સુધી જ રહ્યો. વળી પાછો હિન્દુ પ્રજાના દુર્ભાગ્યે અધિકારવાદ નડ્યો. ઉપનિષદો વેદ છે અને વેદનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે આવો પ્રચંડવાદ પણ આવ્યો, જે હિન્દુ પ્રજાને બહુ નડ્યો. આ અધિકારવાદે ઘણા લોકોને અલગ કરી દીધા અથવા અલગ થઈ જવા પ્રેરણા આપી. વિશ્વના બધા મોટા ધર્મો પોતપોતાના બધા ધર્મગ્રંથો ઉપર સૌનો અધિકાર માને છે. એટલું જ તેને ફરજિયાત ભણાવવા માટે ધાર્મિક પાઠશાળાઓ પણ ખોલી છે. એક આપણે જ એવા છીએ જે આપણા મૂળ ગ્રંથને કોઈ જાણી ન લે તેના માટે સજ્જડ પ્રતિબંધ મૂકીએ છીએ. આવા સંકુચિત પ્રતિબંધોથી આપણને જ નુકસાન થયું, થઈ રહ્યું છે અને આગળ ભયંકર થવાનું છે. શું તમે મુસ્લિમોના મદરેસા